મહારાષ્ટ્રમાં હવે હિન્દી ફરિજ્યાત નહીં, ફડણવીસ સરકારે ભાષાના વિવાદ વચ્ચે લીધો મોટો નિર્ણય
Updated: Apr 22nd, 2025
GS TEAM
No More Hindi Compulsory In Maharashtra: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આજે મહત્ત્વની જાહેરાત કરી છે. ફડણવીસ સરકારે શાળાઓમાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી છે. ધોરણ પાંચ સુધી હિન્દી વિષયને ફરિજ્યાતપણે અભ્યાસક્રમમાં સામેલ કરવાના નિર્ણય પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
મહારાષ્ટ્ર સરકારમાં શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે અમે પહેલાં જાહેર કરેલા જીઆર અનુસાર, શાળામાં હિન્દીની અનિવાર્યતા દૂર કરી છે. જીઆર-3 ભાષા ફોર્મ્યુલામાં ધોરણ એકથી માંડી પાંચ સુધી ત્રીજી ભાષા તરીકે હિન્દી વિષયને ફરિજ્યાતપણે ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ નવા આદેશ બાદ તે હવે મરિજ્યાત બન્યો છે.
Source: Gujarat Samachar | Language: Gujarati