મહેસાણા,રાજસ્થાનથી જથ્થો લવાયો હોવાની શંકા, અમદાવાદની વિવિધ ડેરીમાંથી ૫૦૦ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ
Updated: Mar 27th, 2025
અમદાવાદ,બુધવાર,26 માર્ચ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે શહેરમાં આવેલી
અલગ અલગ ડેરીમાંથી ૧.૩૫ લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ પનીરનો ૫૦૦ કિલોથી વધુ જથ્થો સીઝ કર્યો
છે.નિકોલ,વસ્ત્રાલ, જીવરાજપાર્ક તથા
ગોતા વિસ્તારમાં આવેલી ડેરીઓ અને ગોડાઉન તથા અન્ય સ્થળોએ તપાસ કરાઈ હતી. ફુડ વિભાગે પનીરનો જથ્થો સીઝ
કરવાની સાથે સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. જથ્થો પરિણામ ના આવે ત્યાં
સુધી વેચાણ માટે સ્થગિત કરાયો છે.શંકાસ્પદ પનીરનો જથ્થો મહેસાણા કે રાજસ્થાનથી
લવાયો હોવાની શંકા વ્યકત કરાઈ રહી છે.
અમદાવાદ મ્યુનિ.ની ફુડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારમાં
આવેલી ડેરીઓમાં શંકાસ્પદ પનીરનું વેચાણ થતુ હોવાની માહીતીના આધારે ૨૪થી ૨૬ માર્ચ
દરમિયાન ડેરીઓમાં સઘન તપાસ કરી હતી.ફુડ વિભાગની ટીમે વેચાણ માટે સ્થગિત કરેલા
શંકાસ્પદ પનીરમાં ગોતામાં આવેલ ડેરી રીચ આઈસક્રીમ ખાતેથી મીડીયમ ફેટ પનીર સાન્યાનુ
એક કિલોના પાઉચનો પણ સમાવેશ થાય છે.
Courtesy: Gujarat Samachar