મુસ્કાનની દીકરીનો માસૂમ સવાલ- મર્ડર શું હોય છે?:નાનીને કહ્યું- પપ્પા ભગવાન પાસે ગયા છે; મમ્મીને પોલીસ અંકલ લઈ ગયા
મમ્મી-પપ્પા લંડન ગયાં નહોતાં, નાની તમે ખોટું બોલો છો, પપ્પાને ડ્રમમાં મોકલી દીધા, તે સ્ટાર બની ગયા. પોલીસ અંકલ મમ્મીને લઈ ગયા.
સૌરભ અને મુસ્કાનની 8 વર્ષની દીકરી પીહુ ડરી ગઈ છે. ટીવી પર તેનાં માતા-પિતાના ફોટા, પોલીસના સવાલો અને એકલતા તેને પરેશાન કરી રહી છે. ક્યારેક તે તેનાં માતા-પિતા વિશે સવાલો પૂછે છે તો ક્યારેક તે તેનાં નાના-નાની પર ગુસ્સે થાય છે. તે કહે છે- હવે કોઈ નહીં આવે, તમે જૂઠ્ઠાં છો…
3 માર્ચથી પીહુ તેના નાના પ્રમોદ રસ્તોગી અને નાની કવિતાના ઘરે ઇન્દ્રનગરમાં છે. બંને જ તેને ઉછેરી રહ્યાં છે. 18 માર્ચે સૌરભનો મૃતદેહ તેના ઘરમાંથી ચાર ટુકડામાં મળી આવ્યા બાદ, પ્રમોદ અને કવિતાના ઘરમાં પણ ગતિવિધિઓ વધી ગઈ હતી.
પોલીસ અને મીડિયાએ ઘણા સવાલો પૂછ્યા, પીહુ ન ઇચ્છતી હોવા છતાં તેમનો ભાગ બની ગઈ. નાની કવિતાએ કહ્યું કે આજે પણ જ્યારે ડોરબેલ વાગે છે ત્યારે પીહુ દોડીને જોવા જાય છે કે મમ્મી-પપ્પા આવ્યાં છે કે નહીં. પીહુ દરરોજ એવા સવાલો પૂછે છે જેના જવાબો અમારી પાસે નથી.
ભાસ્કરની ટીમ મુસ્કાનના પિતા પ્રમોદના ઘરે પહોંચી, પીહુના માસૂમ સવાલો સમજ્યા. વાંચો રિપોર્ટ…
Courtesy: Divya Bhaskar