‘મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે…’, ચાલુ કથાએ જીગ્નેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા
Updated: Mar 26th, 2025
Jignesh Dada’s health deteriorated : ગુજરાતના આણંદ ખાતે ચાલુ કથામાં જાણિતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. કથામાં જીગ્નેશ દાદાએ કહ્યું કે, ‘મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે…’ આ પછી તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી
આણંદ જિલ્લાના લાંભવેલ રોડ પર જીગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી. આ દરમિયાન જીગ્નેશ દાદાને અચાનક પરસેવો વળી ગયો અને તબિયત બગડવા લાગી હતી. તેમણે કહ્યું કે, ‘મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે.’ આ પછી તેમને તરત નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે, હાલ તેમને સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.
Courtesy: Gujarat Samachar