મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત
Updated: Apr 19th, 2025
GS TEAM
Raj Thackeray & Uddhav Thackeray Alliance: મહારાષ્ટ્રમાં BMC ની ચૂંટણી પહેલાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથે આવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરી પ્રશ્ન થઈ રહ્યા છે કે, શું ઠાકરે બંધુ પોતાના મતભેદ ભૂલીને હાથ મિલાવશે? મરાઠી અસ્મિતા અને રાજ્યના હિતોના મુદ્દે રાજ ઠાકરેના તાજેતરના નિવેદને આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ એક્ટર મહેશ માંજરેકરના પૉડકાસ્ટમાં કહ્યું, ‘જ્યારે મોટા મુદ્દા સામે હોય છે, તો આપસી ઝઘડા નાના લાગે છે. મહારાષ્ટ્રના અસ્તિત્વ અને મરાઠી માનુષના અસ્તિત્વ માટે આપણી વચ્ચેના ઝઘડા નાના છે. સાથે આવવું અઘરું નથી, બસ તેના માટે ઈચ્છા હોવી જોઈએ અને ફક્ત મારા એકલાની ઈચ્છાનો સવાલ નથી, એકલા મારા સ્વાર્થનો સવાલ નથી. મોટા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.’
આ પણ વાંચોઃ ‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો
Source: Gujarat Samachar | Language: Gujarati