મંજુસર GIDCમાં આવેલી એએમએસ કંપનીમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
Updated: Mar 27th, 2025
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી એએમએસ નામની ખાનગી કંપનીમાં આકસ્મિક આગ લાગી હતી. કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી હવામા ઉડતા જોવા મળ્યા હતા. આગ લાગી હોવાની જ્યાં વડોદરા અને મંજુસર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે એસએસજી હોસ્પિટલના ઓપીડી વિભાગની પાછળ પણ આગની ઘટના બની હતી. ફાયર બ્રિગેડે તુરંત દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે બંને બનાવમાં સદનસીબેન કોઈ જાનહાની થવા પામી ન હતી.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં એએમએસ એડવાન્સ મેડ ટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં ઓચિંતી આગ લાગી હતી. જેથી આગ લાગી હોવાની જાણ મંજુસર જીઆઇડીસી અને વડોદરા ફાયરબ્રિગેડની ટીમોને થતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા વહેલી સવારે લાગેલ આગ પર કાબુ મેળવવા હાલ પ્રયાસ કરાઈ રહ્યો છે. કંપનીની અલગ અલગ બાજુએ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કંપનીમાં આગના કારણે થયેલા નુકસાન થયું હતું અને આગ લાગ્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સદ નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બીજી તરફ વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલ ના વિભાગ ની પાછળ કામગીરી ચાલી રહી છે. દરમિયાન આગનો તણખો ઝરતા આગ લાગી હતી. ઘટના બાબતે ફાયર બ્રિગેડને જાણ કરાતા તુરંત જવાનો દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
Courtesy: Gujarat Samachar