મંજુસર જીઆઇડીસીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ, એક ડઝન ફાયર ફાઈટર કામે લાગ્યા
Updated: Mar 27th, 2025
વડોદરા નજીક સાવલી તાલુકામાં આવેલી ફાર્મા કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગતા એક ડઝન જેટલા ફાયર ફાઈટર ચાર કલાકથી કામે લાગ્યા છે.
મંજુસર જીઆઇડીસીની દવા બનાવતી એડવાન્સ મેડટેક સોલ્યુશન પ્રા.લિ. નામની દવા બનાવતી કંપનીના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગતા કર્મચારીઓ જીવ બચાવીને બહાર દોડી આવ્યા હતા.
ગોડાઉનમાં દવાઓ, રો મટીરીયલ અને એલ્યુમિનિયમ સહિતનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી આંખ ઝડપભેર પ્રસરી ચૂકી હતી.
Courtesy: Gujarat Samachar