ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ટેસ્ટિંગ કરતાં વિશ્વ આખું ચોંક્યું, હાઇપરસોનિક મિસાઈલો બનાવવામાં મદદરૂપ
Updated: Apr 26th, 2025
GS TEAM
India Successfully Tests Hypersonic Missile : પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલો થયા પછી ભારતમાં ભારેલા અગ્નિ સમાન સ્થિતિ છે, પાકિસ્તાન પ્રત્યે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આવા માહોલમાં ભારતની સૈન્ય શક્તિ અનેકગણી વધી જાય એવી સિદ્ધિ ‘સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન’ (DRDO – ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા મેળવવામાં આવી છે. અને આ સિદ્ધિ છે અત્યંત ઝડપી મિસાઈલો વિકસાવવામાં મદદરૂપ થાય એવા એન્જિનના પરીક્ષણમાં સફળતા મેળવવી! ભારતે 1,000 સેકન્ડથી વધુ સમય માટે સ્ક્રેમજેટ એન્જિન નામના ખાસ પ્રકારના એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
ક્યાં, કેવું પરીક્ષણ કરાયું?
Source: Gujarat Samachar | Language: Gujarati