ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO
Updated: Apr 27th, 2025
GS TEAM
Indian Navy Anti Ship Missile Tasting : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતનો પાકિસ્તાન સાથે તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થવાની ચોતરફ ચર્ચાઓ ચાલી રહી છે. આતંકી હુમલા બાદ ભારતે આક્રમક વલણ અપનાવ્યું છે, તો પાકિસ્તાને પણ તેની સેનાને એલર્ટ કરી દીધી છે. આ જ ક્રમમાં ભારતીય નૌકાદળે પણ દૂર સુધી નિશાન સાધી શકે તેવી મિસાઈલો, પ્લેટફોર્મ અને વેપન સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં નૌકાદળે ગઈકાલે એન્ટી-શિપ ફાયરિંગનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું.
ભારતીય નૌકાદળે વીડિયો શેર કર્યા
Source: Gujarat Samachar | Language: Gujarati