ભારત 307 હોવિત્ઝર તોપો ખરીદશે:રક્ષા મંત્રાલયે ₹6,900 કરોડની ડીલ કરી; પહેલીવાર આટલી બધી સ્વદેશી તોપો સેનામાં સામેલ થશે
રક્ષા મંત્રાલયે ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે બુધવારે 6,900 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત, હવે 307 એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) એટલે કે હોવિત્ઝર તોપો ખરીદવામાં આવશે. આ પહેલી વાર છે કે આટલી મોટી સંખ્યામાં સ્વદેશી તોપો ખરીદવામાં આવી રહી છે.
આ ડીલ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ સાથે કરવામાં આવ્યો છે. આમાં, ભારત ફોર્જ 60% તોપોનું ઉત્પાદન કરશે, જ્યારે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ 40% પ્રોડક્શન કરશે.
ATAGS તોપો: ભારતમાં બની, દુશ્મનો પર ભારે
તેના નામ એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ પરથી સ્પષ્ટ થાય છે કે, તે ટોવ્ડ ગન એટલે કે ટ્રક દ્વારા ખેંચાતી તોપ છે. જોકે, આ ગોળો ફાયર કર્યા પછી, બોફોર્સની જેમ, તે પોતાની મેળે થોડી દૂર જઈ શકે છે. આ તોપનું કેલિબર 155 મીમી છે. આનો અર્થ એ થયો કે આ આધુનિક તોપમાંથી 155 મીમીના ગોળા ફાયર કરી શકાય છે.
ATAGS ને હોવિત્ઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. હોવિત્ઝર નાની તોપો છે. ખરેખરમાં, બીજા વિશ્વયુદ્ધ અને તે પછી પણ યુદ્ધમાં મોટી અને ભારે તોપોનો ઉપયોગ થતો હતો. તેમને દુર સુધી લઈ જવામાં અને ઊંચાઈએ તહેનાત કરવામાં ઘણી મુશ્કેલીઓ હતી. આવી સ્થિતિમાં, હલકી અને નાની તોપો બનાવવામાં આવી, જેને હોવિત્ઝર કહેવામાં આવી.
Courtesy: Divya Bhaskar