ભાજપ શાસિત ખંભાત પાલિકાની સામાન્ય સભા બની સમરાંગણ, COને મારનાર 6 મહિલા કાઉન્સિલર સામે નોંધાઈ ફરિયાદ
Updated: Mar 29th, 2025
Khambhat Municipality Meeting: આણંદ જિલ્લાની ખંભાત પાલિકાની સામાન્ય સભામાં મારામારીની ઘટના સામે આવી છે. રજિસ્ટરમાં સહી કરવા અંગે ચીફ ઓફિસર અને કાઉન્સિલર વચ્ચે રગઝગ થઈ હતી. રાજીનામું આપ્યા બાદ પણ મહિલા કાઉન્સિલરો સભામાં હાજર રહી રજીસ્ટરમાં સહી કરવા લાગ્યા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો અને મહિલા કાઉન્સિલરો ચીફ ઓફિસર (CO) સાથે મારામારી કરી હતી. હાલ ચીફ ઓફિસરે 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, ખંભાત નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં નવેબર 2024માં ખંભાત પાલિકાના કાઉન્સિલર હોદ્દો પરથી રાજીનામુ આપેલ ભાજપના 5 મહિલા અને 1 અપક્ષ હાલ કાઉન્સિલર હોદ્દા પર ન હોવા છતાં બોર્ડ સભામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન રજીસ્ટર સહી નહીં કરવા બાબતે ખંભાત પાલિકાના ચીફ ઓફિસર સાથે કરી ઝપાઝપી કરી હતી. પૂર્વ ઉપ પ્રમુખ ઉષાબેન બારૈયાએ પાલિકાના ક્લાર્કને માર માર્યો હોવાનો વીડિયો વાઈરલ સોશિયલ મીડિયામાં થયો હતો.
Courtesy: Gujarat Samachar