બેંગલુરુમાં પત્નીએ પતિની હત્યા કરી:ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી, બેભાન થઈ ગયા બાદ ગળું કાપી નાખ્યું; યુવકની સાસુ પણ સામેલ, ધરપકડ
બેંગલુરુમાં 37 વર્ષીય રિયલ એસ્ટેટ કારોબારી લોકનાથ સિંહની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે બિલ્ડરની તેની પત્ની અને સાસુએ લગ્નેત્તર સંબંધોની શંકાના આધારે હત્યા કરી છે.
આ ઘટના 22 માર્ચે પ્રકાશમાં આવી જ્યારે લોકનાથનો મૃતદેહ ચિક્કાબનવારાના એક નિર્જન વિસ્તારમાં એક કારમાંથી મળી આવ્યો હતો.
ખાવામાં ઊંઘની ગોળીઓ નાખી હતી, બેભાન થઈ ગયા બાદ ગળું કાપી નાખ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, લોકનાથ સિંહની પત્ની અને સાસુ ઘણા સમયથી તેને મારી નાખવાનો પ્લાન ઘડી રહ્યા હતા. તક જોઈને, આરોપીએ પહેલા લોકનાથ સિંહને ઊંઘની ગોળીઓ ખવડાવીને બેભાન કરી દીધો, પછી તેને કારમાં એક નિર્જન જગ્યાએ લઈ ગયા અને છરી વડે તેનું ગળું કાપી નાખ્યું. ડરના કારણે તેઓ મૃતદેહને કારની અંદર છોડીને જ ભાગી ગયા હતા.
ઉત્તર બેંગલુરુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સૈદુલ અદાવતએ જણાવ્યું હતું કે, “22 માર્ચે સાંજે 5.30 વાગ્યે, અમને મૃતદેહ મળી આવવા અંગેની જાણ કરતો ફોન આવ્યો હતો.
Courtesy: Divya Bhaskar