પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ… છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના
Updated: Apr 24th, 2025
GS TEAM
India-Pakistan War And Air Strike History : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ કારતાપૂર્વકનો હુમલો કરીને 28 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ દેશભરમાં આક્રોશ છે. હુમલા બાદ લોકોનું કહેવું છે કે, ભારતે પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઈએ અને બદલો લેવો જોઈએ. કેટલીક હદ સુધી લોકોની વાતો યોગ્ય પણ છે, કારણ કે પાકિસ્તાન વારંવાર આવી કાયર હરકતો કરતો રહે છે. આવી સ્થિતિમાં ભારતે પાકિસ્તાનને સબક શિખવાડવો જરૂરી છે. અગાઉ પણ પાકિસ્તાને હુમલો કર્યો હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન અમેરિકન હથિયારો લઈને ભારત સામે પડ્યું હતું, જોકે તમામ વખતે ભારતે જવાબ આપ્યો હતો. તો જાણીએ કે, પાકિસ્તાન કયા અમેરિકન હથિયારો લઈને ભારત સામે પડ્યું હતું અને ભારતે તે હથિયારોનો કેવી રીતે નાશ કર્યો હતો?
ભારતે અમેરિકાના તમામ દાવા કર્યા ફેલ
Source: Gujarat Samachar | Language: Gujarati