પહલગામ આતંકી હુમલો: ભાવનગરના પિતા-પુત્રના પાર્થિવ દેહને અમદાવાદ લવાયા, રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત
Updated: Apr 23rd, 2025
GS TEAM
Bhavanagar News : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં સુરતના યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારીમાં મોત નીપજ્યું હતું. સરકાર દ્વારા આજે બુધવારે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. સુરતના આશાસ્પદ યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે 11 વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે.
Source: Gujarat Samachar | Language: Gujarati