પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર એલર્ટ
Updated: Apr 25th, 2025
GS TEAM
Pahalgam terrorist attack 2025: કાશ્મીરના પ્રવાસે ગયેલા નિર્દોષ 28 સહેલાણીઓને આતંકવાદીઓ ગોળી મારી દીધી હતી. આંતકી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. આ કાયરતા પૂર્ણ હુમલાને વખોડી આંતકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહયા છે. ત્યારે સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસા ખાતે ગુરૂવારે વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરાયું હતું.
Source: Gujarat Samachar | Language: Gujarati