પોરબંદર: શનિદેવના જન્મસ્થળ હાથલામાં શનેશ્વરી અમાસે ઉમટ્યા ભક્તો, ચંપલ-કપડાં મૂકી જતા રહે છે લોકો
Updated: Mar 29th, 2025
Shaneshwari Amavasya Hathla: પોરબંદરથી 30 કિલોમીટરના અંતરે દેવભૂમિદ્વારકા જિલ્લામાં આવેલા શનિદેવના જન્મસ્થાન ગણાતા હાથલા ગામે શનેશ્વરી અમાસ નિમિતે રાજયભરમાંથી અનેક લોકો દર્શનાર્થે ઉમટી પડયા છે. દર વર્ષની જેમ પદયાત્રીઓ શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને આ જ રીતે રાત્રે 12 વાગ્યા સુધી હાથલામાં ભક્તોની લાંબી લાઇનો જોવા મળે છે. ખાસ વાત એ છે કે પનોતી ઉતારવા માટે લોકો અહીં ચંપલ અને કપડાં મૂકીને જતાં રહે છે.
જેવુ શનિદેવ સ્થાન મહત્વ શિગણાપુરમાં છે એવુ જ મહત્વ ગુજરાતમાં આવેલા શનિસ્થાન હાથલામાં રહ્યુ છે. એમ મનાય છે કે શનિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં હાથલામાં થયો છે. આથી અહી શનેશ્વરી અમાસ અને શનિ જયંતી અને દર શનિવારે દર્શનાર્થીઓની ભીડ રહે છે. આજે શનેશ્વરી અમાસ નિમિતે અનેક ભાવિકો શનિ ચાલીસાના પાઠ કરે છે તેમજ શનિદેવના જપ કરે છે. તેમજ સાડાસાતી પનોતી અને અઢી વર્ષની પનોતી નિવારણ શાંતિ માટે વિશેષ પૂજાવિધિ કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ
Courtesy: Gujarat Samachar