પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ
Updated: Mar 29th, 2025
Porbandar News : ગુજરાતના પોરબંદરમાં ત્રણ વર્ષથી વિમાન સેવા બંધ હતી. જ્યારે આજે શનિવારે (29 માર્ચ, 2025)થી શહેરમાં વિમાનની સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં મુંબઈથી ઉડાન ભરેલું વિમાન પોરબંદર એરપોર્ટ ખાતે આજે શનિવારે બપોરના 12:50 વાગ્યે પહોંચ્યું હતું. હવેથી મંગળવાર અને ગુરૂવારે એમ અઠવાડિયામાં બે દિવસ મુંબઈ-પોરબંદર વિમાનની સુવિધા મળી રહેશે.
પોરબંદર એરપોર્ટ વિમાની સેવા શરૂ
પોરબંદર છેલ્લા ત્રણ વર્ષથી વિમાની સેવા બંધ હોવાથી વેપારીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિમાની સુવિધા કાર્યરત કરવાને લઈને અનેક રજૂઆતો કરી હતી. જેને લઈને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ વિમાની સેવા શરૂ કરવા માટે પ્રયાસો કર્યા હતા, અંતે મુંબઈ-પોરબંદર વચ્ચે અઠવાડિયામાં બે દિવસ વિમાન સેવા શરૂ કરવામાં આવી છે.
Courtesy: Gujarat Samachar