પત્નીને છરીના ઘા મારીને જીવતી સુટકેસમાં પેક કરી:બેંગલુરુથી ભાગી મહારાષ્ટ્ર ગયો, પતિએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા
કર્ણાટકના બેંગલુરુના હુલીમાવુ વિસ્તારમાં 26 માર્ચે એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પતિ રાકેશ ખેડેકરે તેની પત્ની ગૌરી અનિલ સમ્બ્રેકરની છરી મારીને હત્યા કરી હતી અને પછી તેને સુટકેસમાં જીવતી પેક કરી હતી. ગૌરીનું મૃત્યુ સુટકેસની અંદર થયું હતું.
ફોરેન્સિક તપાસમાં સુટકેસમાં મોટી પ્રમાણમાં લાળ મળી આવી. ફોરેન્સિક ટીમના મતે, વ્યક્તિ જીવિત હોય ત્યારે જ લાળ બહાર આવે છે. જો વ્યક્તિ મૃત હોય અને તો લાળ બહાર આવતી નથી.
રાકેશ અને ગૌરી વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના રહેવાસી રાકેશ અને ગૌરી અનિલ સાંબ્રેકરના લગ્ન લગભગ બે વર્ષ પહેલા થયા હતા અને તેઓ એક મહિના પહેલા જ મુંબઈથી બેંગ્લોર શિફ્ટ થયા હતા. રાકેશ બેંગલુરુમાં એક ટેક ફર્મમાં કામ કરતો હતો, જ્યારે ગૌરી જોબ શોધી રહી હતી.
Courtesy: Divya Bhaskar