Grahak Chetna

"Your Voice, Your Power!"

પાકિસ્તાન કાશ્મીર તરત જ ખાલી કરે…:’વારંવાર ખોટા દાવા કરવાથી કાશ્મીર તમને નહીં મળે; એ અમારું છે અને અમારું જ રહેશે’: UNમાં ભારત આકરું થયું

Spread the love

ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાને PoK ખાલી કરવું પડશે. પાકિસ્તાને PoK પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે. મંગળવારે ભારતે શાંતિ જાળવણી સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. ભારતીય રાજદૂત હરીશે કહ્યું હતું કે વારંવાર ખોટી ટિપ્પણીઓ કરવાથી પાકિસ્તાનના ગેરકાયદે દાવા સાચા નહીં થાય. પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને પણ વાજબી ઠેરવી શકાય નહીં. અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે તે પોતાના એજન્ડાને આગળ વધારવા માટે યુએન જેવા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે.
હરીશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશાં રહેશે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે, જેને તેમણે ખાલી કરવો પડશે. ભારત વૈશ્વિક મંચો પર તેની સાર્વભૌમત્વ પર પ્રશ્ન ઉઠાવવા દેશે નહીં.
‘Pokનો ગેરકાયદે કબજો ખાલી કરાવવો જ જોઈએ’
રાજદૂત પાર્વથાનેની હરીશે કહ્યું, ‘પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણી કરી છે.’ આ રીતે વારંવારના ઉલ્લેખો કરવાથી તેમના ગેરકાયદેસર દાવાઓ કાયદેસર ઠરાવી શકાય નથી અને ન તો તેમના રાજ્ય-પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠરાવી શકાય. તેમણે પાકિસ્તાનને સલાહ આપી કે તે તેના “સંકુચિત અને વિભાજનકારી એજન્ડા” ને આગળ વધારવા માટે મંચનું ધ્યાન “વિચલિત” કરવાનો પ્રયાસ ન કરે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં “ગેરકાયદેસર રીતે કબજો” કરી રહ્યું છે અને તેણે “આ વિસ્તાર ખાલી કરવો” જોઈએ.
ભારત સારા સંબંધો ઇચ્છે છે, પણ…

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *