નારોલમાં યુવકનું અકસ્માતમાં મોત નહી હત્યા થયાનું સીસીટીવી ફૂટેજથી સાબિત થયું
Updated: Mar 26th, 2025
અમદાવાદ, બુધવાર
નારોલ વિસ્તારમાં તા. ૧૯ના રોજ રોડ ઉપરથી યુવકની લાશ મળી આવી હતી જે તે સમયે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા અકસ્માત સમયે એક ભારે ટ્રક પસાર થઇ રહી હતી. બીજીતરફ મૃતક યુવકના શરીરે ફ્રેક્ચર થયું હતું જેથી પોલીસને શંકા જતાં હત્યાની દિશામાં તપાસ શરુ કરી હતી જેમાં પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરતાં હત્યા સાબિત થઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બે આરોપીની ધરપકડ કરી હતી પૂછપરછમાં મૃતક યુવક નશાની હાલતમાં તકરાર કરતા હતા જેને લઇને ઉશ્કેરાઇને માર મારતા યુવક મરી ગયો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરશે.
ટ્રક પસાર થતા ફ્રેકચરની ઇજાઓથી પોલીસ પણ વિમારણમાં ઃનશાની હાલતમાં તકરાર કરતાં હત્યાના પુરાવા મળતાં ટ્રાફિક પોલીસે બે આરોપીની ધરપકડ કરી
તા. ૧૯ના રોજ કંટ્રોલ મારફતથી મેસેજ અક્માતમાં યુવકના મોતનો મેસેજ મળ્યો હતો જેને લઇને ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને પોસ્ટ મોર્ટમ અને ઈન્ક્વેસ્ટ અંગેની કાર્યવાહી શરૃ કરી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સની ઓળખ કરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવેલી તેમજ એફએસએલ દ્વારા સ્થળ પરીક્ષણ કરવામાં આવેલ મરણ જનારની શરીર સ્થિતિ જોતા ભારે વાહન સાથે અકસ્માત થયો હોય એ પ્રકારની ઇજાઓ નહોવાથી શંકાસ્પદ લાગેલ ટ્રાફિક દ્વારા અંગત બાતમીદારો દ્વારા તપાસ કરાવતા રાતે કોઈ ઝગડો થયેલ હોવાનું જાણવા મળેલ આ દરમિયાન સીસીટીવી ચકાસતા ભારે ટ્રક ત્યાંથી પસાર થયેલ હોવાનું સ્પષ્ટ થતું હતું
Courtesy: Gujarat Samachar