નરોડા એસ ટી વર્કશોપ રોડ પર વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત કરાયો
Updated: Mar 26th, 2025
અમદાવાદ,બુધવાર
શહેરના નરોડા એસ ટી વર્કશોપ સામે આવેલા મહાજનીયાવાસ શ્યામ સુંદર માર્કેટમાં રહેતી પદમા રાઠોડ (છારા)ના ઘરમાં દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને મળી હતી. જેના આધારે બુધવારે સવારે દરોડો પાડયો હતો. ત્યારે તપાસ કરતા ઘરેથી અમિત ઠાકોર ( ઠાકોરવાસ, રાજાવીર સર્કલ પાસે, કુબેરનગર) નામનો યુવક મળી આવ્યો હતો.
પોલીસે ઘરમાં તપાસ કરતા પોલીસને રૂપિયા ૧.૮૫ લાખની કિંમતની ૧૫૬૦ બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે અમિત ઠાકોરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા બુટલેગર પદમા રાઠોડને ત્યાં અમિત ઠાકોર પ્રતિદિન ૭૦૦ રૂપિયાના પગારથી નોકરી કરતો હતો. સુત્રોના જણાવ્યા મુજબ પદમા રાઠોડ વિરૂદ્ધ દારૂના અનેક ગુના નોંધાઇ ચુક્યા છે.
Courtesy: Gujarat Samachar