નાગા બાવાએ આર્શિવાદનું નાટક કરી વૃધ્ધ પાસેની ૩૩ હજારની મતા લઇ ફરાર
Updated: Mar 28th, 2025
અમદાવાદ, શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં ફરીથી કારમાં આવેલા નાગા બાવાએ તરખાટ મચાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દાણીલીમડામાં સરનામું પૂછ્યા બાદ નાગા બાવાએ આશિર્વાદ આપવાનું નાટક કર્યું હતું. જો કે વૃદ્ધે અધોરી બાવાના રૃા. ૩૦૦૦ દક્ષિણા આપી હતી નાગા બાવાએ હાથ ઉપર હાથ મૂકીને વૃદ્ધે પહેરેલી સોનાની રૃા. ૩૦,૦૦૦ની વિંટી કાઢી લીધી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તુમ્હારા કલ્યાણ હોગા કહીમેં બોલું એસા કરનેકા તેમ કહીને બન્ને હાથ કારના દરવાજા પર મૂકાવીને હાથ ઉપર હાથ મૂકીને આર્શિવાદના બહાને વિંટી કાઢી વૃદ્ધે ૩૦૦૦ દક્ષિણા આપી
દાણીલીમડામાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નાગા બાવા અને કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે વૃદ્ધ ગઇકાલે બપોરે તેમના મિત્ર સાથે સોસાયટી પાસે બાંકડા ઉપર બેઠેલા હતા. આ સમયે કાર ચાલકે બોલાવીને સરનામું પૂછ્યું હતું.
Courtesy: Gujarat Samachar