નાગાલેન્ડની યુવતીને ચક્કર આવતા ઢળી પડતા મોત
Updated: Mar 28th, 2025
વડોદરા,સલૂનમાં નોકરી કરતા નાગાલેન્ડની યુવતીને અચાનક ચક્કર આવતા ઢળી પડી ગઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનું મોત થયું હતું.
નાગાલેન્ડના ફિકિરી જિલ્લામાં મૂડ વિલેજ રોડ પર રહેતી ૬ વર્ષની લીલુમ્બા તસાલીઓ સંગતામ છેલ્લા ત્રણ વર્ષથી વડોદરામાં રહે છે અને હાલમાં ગોત્રી સેવાસી રોડ રૃદ્રાક્ષ કોમ્પલેક્સમાં રહેતી હતી. અક્ષર ચોક વિસ્તારમાં આવેલા એક સલૂનમાં તે નોકરી કરતી હતી. અન્ય મિત્રો સાથે રહેતી યુવતી ગઇકાલે રસોડામાં કામ કરતી હતી. તે દરમિયાન ચક્કર આવતા તે અચાનક ઢળી પડી હતી. તેના રૃમ પાર્ટનરો તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે ગોત્રી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાર્યવાહી શરૃ કરી હતી. યુવતીને શ્વાસ અને ખેંચની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેનો મૃતદેહ હવાઇ માર્ગે તેના વતનમાં મોકલવામાં આવશે.
Courtesy: Gujarat Samachar