Grahak Chetna

"Your Voice, Your Power!"

નકલી પોલીસનો ટ્રેન્ડ! વડોદરામાં યુવક પાસેથી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા, પછી અસલી પોલીસની ઝપટે ચડ્યો

Spread the love

Updated: Mar 28th, 2025

Vadodara News : ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારી નકલીનો સિલસિલો યથાવત છે, ત્યારે વડોદરામાંથી બે નકલી પોલીસ ઝડપાયા છે. પોલીસની ઓળખ આપીને બે શખ્સોએ યુવક પાસેથી 20 હજાર પડાવી પાડ્યા હતા. સમગ્ર મામલે મકરપુરા પોલીસે બંને નકલી પોલીસને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. 
બે નકલી પોલીસ ઝડપાયા
મળતી માહિતી મુજબ, વડોદરાના તરસાલી બ્રિજ નજીક એક યુવક ઊભો હતો, ત્યારે બે વ્યક્તિ આવીને પોતાને પોલીસ જણાવીને યુવકને અહીં કેમ ઊભો છે તેમ કહીને ધમકાવા લાગ્યા હતા. આ પછી વિજય સિંહ રાઠોડ અને મયંક માળી નામના  બે નકલી પોલીસે યુવકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવો પડશે તેમ કહીને ધમકાવ્યો હતો.   

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *