નોઈડામાં પતિ-પત્નીએ મોડેલોના ન્યૂડ વીડિયો શૂટ કર્યા:500 છોકરીઓને હાયર કરી, અપલોડ કરીને 22 કરોડ કમાયા; EDએ ઘટસ્ફોટ કર્યો
UPના નોઈડામાં એક આલીશાન બંગલો… અંદર એક સ્ટુડિયો, જ્યાં મોડેલોના ન્યૂડ વીડિયો શૂટ કરવામાં આવતા હતા. 28 માર્ચે જ્યારે ED ટીમે સેક્ટર-105 સ્થિત બંગલા પર દરોડો પાડ્યો ત્યારે એક ઓનલાઈન પોર્નોગ્રાફી રેકેટનો ખુલાસો થયો.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પતિ-પત્ની સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને મોડેલોની ભરતી કરતા હતા. પછી તેઓ લાઈવ કેમેરામાં પોર્નોગ્રાફિક વીડિયો શૂટ કરતા અને વિદેશી પોર્ન વેબસાઇટ્સ પર અપલોડ કરતા. આના બદલામાં તેમને મોટી રકમ મળી. જેમાંથી લગભગ 25 ટકા મોડેલોને આપતા હતા. પતિ-પત્નીએ 500 થી વધુ મોડેલોને હાયર કરીને લગભગ 22 કરોડ રૂપિયા કમાયા છે.
હવે આખો મામલો વાંચો…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 22 કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ શોધી કાઢ્યું હતું. આ જાણવા માટે તપાસ એજન્સી બંગલા પર પહોંચી હતી.
આ બંગલો ઉજ્જવલ કિશોરનો છે. તેણે 5 વર્ષ પહેલાં તેની પત્ની નીલુ શ્રીવાસ્તવ સાથે મળીને ‘સબ-ડિજી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપની બનાવી હતી. કંપનીનો ડિરેક્ટર ઉજ્જવલ છે.
Courtesy: Divya Bhaskar