Grahak Chetna

"Your Voice, Your Power!"

‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025’ રજૂ, દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઇ

Spread the love

Updated: Mar 27th, 2025

Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025’ રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં અકલ્પનિય વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ હાલના 200 થી વધારીને 1 લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી.
સ્ટેમ્પ અધિકારીને જેલની સજા સંભળાવવાની સત્તા
કલમ 62- કનો ભંગ કરવાના પહેલા ગુના માટે 500 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને 5 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કલમ 62-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો 2 હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આઘાતજનક બાબત તો એ છે કે, જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે. કલમ 34 હેઠળ કરવા પાત્ર દંડ અત્યારની તુલનાએ દસ ગણો વધારી દેવામાં આવ્યો છે. 

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *