Grahak Chetna

"Your Voice, Your Power!"

દેશમાં UPI પેમેન્ટ સિસ્ટમ અઢી કલાક બંધ રહી, ફરી ચાલુ:GPay, PhonePe મારફતે લેવડ-દેવડમાં સમસ્યા સર્જાઈ; 10થી વધુ બેંકોની સેવાઓ પણ પ્રભાવિત થઈ

Spread the love

દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)અ્ઢી કલાક માટે ડાઉન રહ્યું. આ ઉપરાંત 10થી વધુ બેંકોની સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. જોકે, આ ટેક્નિકલ ખામી પાછળનું કારણ બહાર આવ્યું નથી.
ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 7 વાગ્યાથી યુઝર્સને UPI દ્વારા ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. 23,000થી વધુ યુઝર્સે ફરિયાદ કરી હતી કે ફંડ ટ્રાન્સફર, ચુકવણી અને લોગિન ઍક્સેસ શક્ય નહોતું.
ગૂગલ પે, ફોન પે, પેટીએમ, એચડીએફસી, એક્સિસ સહિત 10થી વધુ બેંકોની સેવાઓ પ્રભાવિત થઈ હતી.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ જણાવ્યું હતું કે, ‘યુઝર્સને કામચલાઉ ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેના પરિણામે UPIમાં આંશિક વિક્ષેપ પડ્યો હતો. હવે આ સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. સિસ્ટમ સ્થિર બની ગઈ છે.’
82% લોકોને ચુકવણી કરવામાં મુશ્કેલી ડાઉનડિટેક્ટર મુજબ, લગભગ 82% લોકોએ ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કર્યો હતો. જ્યારે 14% લોકોને ફંડ ટ્રાન્સફર મળ્યું અને લગભગ 5% લોકોને તે મેળવવામાં મુશ્કેલી પડી હતી.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *