દેશમાં UPI પેમેન્ટ ઇન્ટરફેસ ડાઉન:GPay, PhonePe મારફતે લેવડ-દેવડમાં સમસ્યા; 10થી વધુ બેંકોની સેવાઓ પણ પ્રભાવિત, NPCIએ કહ્યું- સિસ્ટમ સ્ટેબલ
દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ડાઉન છે. આ ઉપરાંત 10થી વધુ બેંકોની સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. જોકે, આ ટેક્નિકલ ખામી પાછળનું કારણ બહાર આવ્યું નથી.
ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 7 વાગ્યાથી યુઝર્સને UPI દ્વારા ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 23,000થી વધુ યુઝર્સે ફરિયાદ કરી હતી કે ફંડ ટ્રાન્સફર, ચુકવણી અને લોગિન ઍક્સેસ શક્ય નથી.
ગૂગલ પે, ફોન પે, પેટીએમ, એચડીએફસી, એક્સિસ સહિત 10થી વધુ બેંકોની સેવાઓ પ્રભાવિત થઈ છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ જણાવ્યું હતું કે, ‘યુઝર્સને કામચલાઉ ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેના પરિણામે UPIમાં આંશિક વિક્ષેપ પડ્યો હતો. હવે આ સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. સિસ્ટમ સ્થિર બની ગઈ છે.’
82% લોકોને ચુકવણી કરવામાં મુશ્કેલી ડાઉનડિટેક્ટર મુજબ, લગભગ 82% લોકો ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે 14% લોકોને ફંડ ટ્રાન્સફર મળ્યું અને લગભગ 5% લોકોને તે મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
Courtesy: Divya Bhaskar