‘દરેક દેશ સાથે મળીશું, ચીન સાથે પણ કરીશું બિગ ડીલ…’, ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત
Updated: Apr 18th, 2025
GS TEAM
Donald Trump News : વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે એક બિગ ડીલ કરી શકે છે. તેમણે ખુદ આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે હું દરેક દેશને મળવા માંગુ છે. હું મેક્સિકોથી જાપાન અને ઇટાલી સુધી દરેક દેશને મળવા માટે ઉત્સુક છું.
દરમિયાન ચીનના વાણિજ્ય મંત્રાલય તરફથી પણ એક નિવેદન આવ્યું છે કે ચીન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ ટેરિફની ધમકી બંધ કરવી પડશે અને સમાનતાના આધારે વાતચીત કરવી પડશે.
Source: Gujarat Samachar | Language: Gujarati