દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્ડ નોટિસ
Updated: Mar 27th, 2025
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
દરોડાની ઝપટમાં આવેલી વ્યક્તિને ત્યાંથી થર્ડ પાર્ટીના વહેવારની કોઈ પણ ચિઠ્ઠી કે વિગતો મળે તો તેવા સંજોગોમાં તે રકમ થર્ડ પાર્ટીના રિટર્નમાં સીધી ઉમેરી દઈને કરદાતાને ટેક્સ ડિમાન્ડની નોટિસ મોકલી આપવામાં આવતી હોવાના કિસ્સાઓ અને આ પ્રકારે નોટિસ મેળવનારાઓના કિસ્સાઓ વધી રહ્યા છે. આ પ્રકારના કિસ્સામાંડિમાન્ડ નોટિસનો સામનો કરી રહેલી વ્યક્તિને દરોડા પાડનારી વ્યક્તિને ત્યાંથી તેની આર્થિક વહેવારોના કયા પુરાવાઓ મળ્યા છે તે પણ જણાવવા આવકવેરા અધિકારીઓ તૈયાર નથી. પરિણામે કરદાતા માટે તેમની રજૂઆત કરવાનો પણ અવકાશ રહેતો નથી. તેથી જ આવકવેરા ખાતાના આ વલણને ટેક્સ ટેરરીઝમના એક હિસ્સા તરીકે જ ઓળખાવવામાં આવી રહ્યું છે.
Courtesy: Gujarat Samachar