દમણમાં IAS અધિકારીએ બાળક સામે પેન ચોરીની ફરિયાદ નોંધાવી, દબાણવશ પોલીસે સગીરની ધરપકડ કરી
Updated: Mar 29th, 2025
Daman News : કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પોલીસ સ્ટેશનમાં અચરજ પમાડે તેવી ચોરીની ફરિયાદ નોંધાઈ અને આ ફરિયાદ નોંધાવનાર બીજુ કોઈ નહીં પણ દમણમાં કાર્યરત એક IAS અધિકારી છે. કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રના વર્ષ 2010ની બેચના IAS અધિકારી અજય ગુપ્તાએ તેમના ઘરમાંથી 3 પેનની ચોરી થઈ હોવાની ફરિયાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અને તેના માટે સગીર બાળકને જવાબદાર ઠેરવ્યો હતો. પોલીસે પણ અધિકારીના દબાણના કારણે બાળકની ધરપકડ કરી હતી.
અધિકારીના ટેબલ પર પડી હતી 3 પેન
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, દાવો કરાઈ રહ્યો છે કે, IAS અધિકારી અજય ગુપ્તાના સરકારી આવાસ પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન સગીર બાળકની નજર IAS અધિકારીના બંગલાની અંદર રહેલાં એક ટેબલ પર ત્રણ પાર્કર પેન પડી હતી, જેને બાળકો ચોરી ગયા હતા. જેની જાણ થતા IAS અધિકારીને નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીની ફરિયાદ બાદ પોલીસ પણ અસમંજસમાં આવી હતી. પરંતુ IAS અધિકારીના દબાણના કારણે પોલીસે સગીર બાળકના ભવિષ્યને નજરઅંદાજ કરીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો દાખલ કરીને બાળકની ધરપકડ કરી હતી.
Courtesy: Gujarat Samachar