દક્ષિણના ‘દ્વાર’ કર્ણાટકમાં વધી ભાજપની ચિંતા: કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ ચૂંટણી લડશે લિંગાયત સંત, અનેક બેઠકો પર અસર

Lok Sabha Election 2024: કર્ણાટકના રાજકારણમાં લિંગાયત સમુદાયનો મત ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. કોઈ પણ ચૂંટણીમાં આ સમુદાયની ભૂમિકા નિર્ણાયક રહી છે અને માનવામાં આવે છે કે, તેમનું સમર્થન ભાજપને જ મળતું રહ્યું છે. પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં તસવીર બદલાતી નજર આવી રહી છે. મોદી સરકારના મંત્રી પ્રહલાદ જોશીની સામે લિંગાયત સમુદાયના મોટા સંત જગદગુરુ ફકીરા ડીંગલેશ્વર મહાસ્વામીએ ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેને ભાજપ માટે એક પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે અને તેની અસર કેટલીક લિંગાયત પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પડી શકે છે. 

મહાસ્વામીનો આ નિર્ણય રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ 

જગદગુરુ ફકીરા ડીંગલેશ્વર મહાસ્વામીએ ધારવાડ લોકસભા ક્ષેત્રથી એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો વિકલ્પ પસંદ કરનારા મહાસ્વામીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં પરંપરાગત રાજકીય પક્ષોના વર્ચસ્વને પડકારીને  મતદારોને એક વિકલ્પ આપવાનો છે. મહાસ્વામીનો આ નિર્ણય રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ છે. તેને કોંગ્રેસ અને ભાજપની રાજનીતિથી આગળ એક વૈકલ્પિક મંચ તૈયાર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. 

Karnataka | Fakkireshwar Mutt seer, Jagadguru Fakira Dingaleshwar Mahaswami says, “I have decided to contest as an independent candidate from the Dharwad Lok Sabha constituency. The two national parties have fielded their candidates from the constituency for the elections.” pic.twitter.com/nkaUQ7oYX7

— ANI (@ANI) April 8, 2024

ટીકીટ વિતરણમાં ભાજપમાં કોઈ સામાજિક ન્યાય નથી: મહાસ્વામી

તેમણે ચૂંટણી લડવાનું એલાન કરતા કહ્યું કે, ‘મેં ધારવાડ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બંને રાષ્ટ્રીય પક્ષોએ આ વિસ્તારમાંથી ચૂંટણી માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેમણે પક્ષની ટિકિટ વિતરણ નીતિઓ પર અસંતોષ વ્યક્ત કરતા કર્ણાટકમાં ભાજપની હાજરીને આકાર આપવામાં લિંગાયત સમુદાયની મહત્વપૂર્ણ ભૂમિકા તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, લિંગાયત સમુદાયે કર્ણાટકમાં બીજેપીનું નિર્માણ અને વિકાસ કર્યો છે. ટીકીટ વિતરણમાં ભાજપમાં કોઈ સામાજિક ન્યાય નથી.

વીરશૈવ લિંગાયત સમુદાયના નેતાઓને મંત્રી પદ આપવામાં ન આવ્યું

તેમણે કહ્યું કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં અમારા રાજ્યમાંથી નવ વીરશૈવ લિંગાયત સમુદાયના નેતાઓ સંસદમાં પહોંચ્યા પરંતુ તેમાંથી એકને પણ મંત્રી પદ આપવામાં ન આવ્યું. કોંગ્રેસ પક્ષમાં પણ લિંગાયત સમુદાયની કોઈ માન્યતા નથી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની ટીકા કરતા મહાસ્વામીએ અગ્રણી રાજકીય હસ્તીઓ દ્વારા લિંગાયત સમુદાયની જરૂરિયાતો પ્રત્યે ઉપેક્ષા અથવા અપૂરતું ધ્યાન આપવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અમારા સમુદાયને કચડી રહ્યા છે. ધારવાડ લોકસભા ક્ષેત્રમાં તેમનું યોગદાન હજુ પણ શંકાસ્પદ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *