તારા લીધે મારી નોકરી ગઈ! વડોદરામાં નોકરીમાંથી કાઢી મુકેલા યુવકે કંપની પર આવી હુમલો કર્યો
મારી પ્રોફાઈલ
Updated: Mar 25th, 2025
Vadodara Death Threat : વડોદરામાં તરસાલીના કમલા પાર્ક સોસાયટીમાં રહેતો કુણાલ લક્ષ્મણભાઈ નાગરે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 6:00 વાગે ઘરે થી હું શેડો ફેક્સ કંપનીના હબ સેન્ટર ખાતે નોકરી પર આવ્યો હતો. અમારી કંપની ખાતે અગાઉ હબ ઇન્ચાર્જ તરીકે નિલેશ સપકાલ નોકરી કરતા હતા. જેઓએ નોકરી દરમિયાન ભૂલ કરી હતી અને તપાસ બાદ તેઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
Courtesy: Gujarat Samachar