તણાવ વધવો ન જોઈએ, મતભેદોનું સમાધાન લાવો: સંયુક્ત રાષ્ટ્રની ભારત-પાકિસ્તાનને અપીલ
Updated: Apr 25th, 2025
GS TEAM
United Nations on Pahalgam: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર (UN) એ બંને દેશોને ‘મહત્તમ સંયમ’ રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં.
અમે ભારત અને પાકિસ્તાને મહત્તમ સંયમ રાખવા અપીલ કરીએ છીએ: યુએન
Source: Gujarat Samachar | Language: Gujarati