ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપઃ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સાથે ઝપાઝપી
Updated: Mar 28th, 2025
Gujarat News: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુરૂવારે રાત્રે 25 વર્ષીય યુવકના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પરિવારે હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ સિવાય મૃતદેહને રસ્તાની વચ્ચોવચ મૂકીને વિરોધ કર્યો હતો. જોકે, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો તો પરિવારે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.
આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના ચાંદખેડા અકસ્માતમાં નવો ખુલાસો, પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલ મળી
શું હતી ઘટના?
Courtesy: Gujarat Samachar