ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાના ડેટાના અભાવે યોગ્ય લોકો લાભથી વંચિત, સરકારની લાલિયાવાડી
Updated: Mar 29th, 2025
Direct Benefit Transfer Scheme : કેન્દ્ર સરકાર પ્રેરિત નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ સરકારી સહાય યોજનાનો લાભ મેળવવાને પાત્ર વ્યક્તિઓનો પૂરતો ડેટાબેઝ ગુજરાત સરકાર પાસે ન હોવાથી લાભ મેળવવા પાત્ર દરેક વ્યક્તિને તેનો લાભ મળી શક્યો નહોતો, એમ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના અમલીકરણ અંગેના કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા વૃદ્ધો, વિધવાઓ, વિકલાંગો અને પરિવારનું ભરણપોષણ કરનાર વ્યક્તિના અવસાનથી નિરાધાર બનેલા સંખ્યાબંધ લોકો સરકારી સહાયથી વંચિત રહ્યા છે.
પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રેકોર્ડ ન બન્યો તેથી લાભ ન મળ્યો
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સરકારે 9,96,492 લાભાર્થીઓને રૂા. 2398.80ક રોડની સહાય આપી છે.પરંતુ પાત્રતા ધરાવતા દરેકને તેનો લાભ મળ્યો નથી. ભરૂચ અને ડાંગ જિલ્લામાં 774 ગરીબ અને વિધવા લાભાર્થીઓને સરકારી સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાનું કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તેથી આ 774 વ્યક્તિએને બે વર્ષમાં રૂા. 1.55 કરોડનું નુકસાન થયું હતું.
Courtesy: Gujarat Samachar