જામનગરમાં સમર્પણ ઓવર બ્રિજ નીચે પાર્ક કરેલી બે બસમાં આગ

– ફાયર બ્રિગેડની ટુકડી એ દોડી જઈ આગને બુજાવી

– એક સ્કૂલ બસમાં લાગેલી આગ અન્ય બસમાં પ્રવેશતાં તેમાં સુતેલા ડ્રાઇવરે બસને દૂર ખસેડી 

 જામનગર : જામનગરમાં સમર્પણ ઓવરબ્રિજની નીચે પાર્ક કરવામાં આવેલી એક સ્કૂલ બસ સહિતની બે ખાનગી બસમાં અકસ્માતે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડી એ દોડી જઈ આગને બુજાવી હતી. એક બસમાં લાગેલી આગ બાજુની બસમાં પ્રવેશતાંજ અંદર સૂતેલા ડ્રાઈવર-ક્લીનરે બસ ચાલુ કરી દૂર ખસેડી લેતાં વધુ નુકસાની અટકી હતી.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સમર્પણ ઓવરબ્રિજની નીચે પાર્ક કરવામાં આવેલી ખાનગી સ્કૂલ બસ કે જે માં બપોરે અકસ્માતે આગ લાગી હતી, અને બસ સળગવા લાગી હતી. જે બસની આગની જ્વાળાઓ બાજુમાં પાર્ક થયેલી બસમાં પણ પ્રવેશી હતી, અને બસની પાછળની સાઈડમાં બારી-પડદા અને સીટનો ભાગ વગેરે સળગવા લાગ્યા હતા.

 દરમિયાન તે બસના ડ્રાઇવર અને ક્લીનર બસની અંદર જ સુતા હતા. અને એકાએક ગરમી લાગતાં તેઓ સફાળા જાગી ગયા હતા. અને તુરત જ બસને ચાલુ કરીને અન્ય બસથી થોડે દૂર સુધી ખસેડી લીધી હતી. અને પોતે બહાર નીકળી ગયા હતા. જેથી તેઓનો બચાવ થયો હતો.

 દરમિયાન ફાયર શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તૂરતજ  ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને બંને બસમાં લાગેલી આગને બુઝાવી હતી. જોકે સ્કૂલ બસ નો ઉપરનો ભાગ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. જ્યારે બાજુમાં પાર્ક થયેલી બસને બચાવી લેવાઈ હતી. અને માત્ર પાછળનો ભાગ સળગ્યો હતો. આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને કયા કારણસર બસમાં આગ લાગી ગઈ. તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *