જામનગરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયેલ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત શ્રી દેશળ ભગત પ્રાથમિક શાળા નંબર 15 માં બાળકોને પ્રવેશોત્સવ આનંદોત્સવ બની રહે તે રીતે ઘોડાગાડી અને રાસ ગરબાની રમઝટ સાથે પ્રવેશ અપાયો હતો, પ્રવેશ સમયે સરકાર દ્વારા અપાયેલ શૈક્ષણિક સામગ્રી સાથે કઠોળ અને ફળાઉ વૃક્ષના રોપા આપી પ્રકૃતિ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, પ્રભારી નીલેશભાઈ હાડા, વોર્ડના તમામ કોર્પોરેટર તેમજ પ્રમુખ અને શાસનાધિકારી ફાલ્ગુની બેન પટેલ તેમજ jmc અધિકારી નરેશ પટેલ તેમજ દાતાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.