જયશંકરે કહ્યું- ભારત-ચીન સંબંધો ફરી સુધરી રહ્યા છે:ભવિષ્યમાં પણ અમારી વચ્ચે મતભેદો થઈ શકે છે, પરંતુ વિવાદો ન ઉભા કરવા જોઈએ
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને ચીન ફરીથી પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તણાવપૂર્ણ સંબંધ કોઈના માટે પણ ફાયદાકારક નથી. 2020માં ગલવાન ઘાટીમાં જે બન્યું તે સમસ્યાઓ ઉકેલવાનો માર્ગ નહોતો.
જયશંકરે બુધવારે થિંક ટેન્ક એશિયા સોસાયટીના એક ઇન્ટરેક્ટિવ સત્રમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે ભવિષ્યમાં પણ ભારત અને ચીન વચ્ચે મતભેદો હોઈ શકે છે, પરંતુ તેમને સંઘર્ષમાં પડ્યા વિના અન્ય રીતે ઉકેલી શકાય છે.
જયશંકરે કહ્યું- હજુ પણ મુદ્દો સંપૂર્ણપણે ખતમ થયો નથી
ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે 2020માં જે બન્યું તે ખરેખર ખૂબ જ પીડાદાયક હતું. તે માત્ર સંઘર્ષ નહોતો, પરંતુ લેખિત કરારોની અવગણના કરવામાં આવી હતી. એવું નથી કે મુદ્દો સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે, અમે હજુ પણ ઘટના સાથે સંબંધિત કેટલીક બાબતો પર કામ કરી રહ્યા છીએ.
વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે ઘણા મુદ્દાઓ પર હરિફાઈ કરીએ છીએ, પરંતુ આપણે આ માટે લડવું જોઈએ નહીં. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો કોઈપણ પક્ષના હિતમાં નથી કારણ કે જો સરહદ પર શાંતિ ડહોંળાય છે, ત્યારે બીજા સંબંધો પણ બગડે છે.
Courtesy: Divya Bhaskar