Grahak Chetna

"Your Voice, Your Power!"

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 3 નહીં, પરંતુ 5 આતંકવાદીઓ છુપાયા:સુરક્ષા દળોએ 10KM દાયરામાં ઘેર્યા; આતંકવાદીઓને મદદ કરનારા 10 શકમંદોની પૂછપરછ ચાલુ છે

Spread the love

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ત્રણ દિવસથી ચાલી રહેલ આતંકવાદીઓ સાથેનું એન્કાઉન્ટર પડકારજનક બની ગયું છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ત્રણ આતંકવાદીઓ બચ્યા છે, પરંતુ શનિવારે જ્યારે સુરક્ષા દળો જ્યારે ઘેરાબંધી વધારી ત્યારે જાણવા મળ્યું કે હજુ પણ 5 આતંકવાદીઓ છે, જેઓ રાજબાગ વિસ્તારના સફિયાન જાખોલે ગામમાં છુપાયેલા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ આતંકવાદીઓને 10 કિમીના દાયરામાં ઘેરી લીધા છે. તેઓ જાખોલની ઊંચી ટેકરીઓ પર છે, જ્યાં ગાઢ જંગલો અને ગુફાઓ છે. પાંચેય આતંકવાદીઓ વિદેશી છે. પરંતુ કેટલાક સ્થાનિક લોકોની મદદને કારણે તેઓ ત્રણ દિવસથી બચી ગયા છે.
સુરક્ષા દળોએ 10 શંકાસ્પદ મદદગારોની અટકાયત કરી છે. તેમણે કહ્યું છે કે પાંચ આતંકવાદીઓ એ જ છે જેમને 23 માર્ચે હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે સાનિયલ ગામમાં પોલીસે તેમને અટકાવ્યા હતા. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.
એન્કાઉન્ટરમાં 4 સૈનિકો શહીદ, 3 ઘાયલ
28 માર્ચે ઓપરેશન ગ્રુપ (SOG)ના સૈનિકો તારિક અહેમદ, જસવંત સિંહ, જગબીર સિંહ અને બલવિંદર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ઘાયલ ડીએસપી ધીરજ સિંહ ત્રણ જવાનોની સારવાર ચાલી રહી છે. ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની ખબર પૂછવા માટે જમ્મુ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *