જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
Updated: Mar 30th, 2025
જામનગર શહેર અને જિલ્લામાં આગામી રમજાન ઇદ, રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે અને તમામ તહેવારો એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય, તે દ્રષ્ટિએ જામનગર જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં એસ.પી. કચેરીમાં યોજવામાં આવી હતી.
આ ક્રાઈમ કોન્ફરન્સમાં શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી દેવધા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વી.કે. પંડ્યા, લાલપુરના એએસપી શ્રી પ્રતિભા, સિક્કા પોલીસ મથકના ઇન્ચાર્જ એ.એસ.પી. અક્ષેસ એન્જિનિયર, એલસીબીના પી.આઈ. વી. એમ. લગારીયા, એસ.ઓ.જી.ના પી.આઈ. બી એન ચૌધરી, શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા, પી.પી. ઝા તેમજ જે. જે. ચાવડા ઉપરાંત જામનગર જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ આ ક્રાઈમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી તમામ તહેવારો શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને પૂરતો પોલીસ બંદોબસ્ત જળવાયેલો રહે તે સંદર્ભમાં એસ.પી. દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Courtesy: Gujarat Samachar