જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સો પકડાયા
Updated: Mar 29th, 2025
Jamnagar Gambling Raid : જામનગર શહેરમાં પોલીસે જુદા-જુદા બે સ્થળે જુગાર અંગે દરોડા પાડ્યા હતા, અને આઠ આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો બેડી રામ મંદિર ચોક વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ઘોડી પાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા કાદર હસનભાઈ વાઘેર, ધનસુખ કારાભાઈ કંટારીયા, યાકુબ અરુણભાઈ જેડા, ધનજીભાઈ ગગજીભાઈ બાવરીયા, નાઝીર મહેમુદભાઈ ભડાલા, અને ઇમ્તિયાઝ મોહમ્મદભાઈ કુરેશીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 30,450 ની રોકડ રકમ તથા ઘોડીપાસાનું સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં દરબારગઢ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો જુગાર રમી રહેલા ભરત મેરૂભાઈ મેરાણી તેમજ બીરજુ રાજુભાઈ ડાભીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે.
Courtesy: Gujarat Samachar