Grahak Chetna

"Your Voice, Your Power!"

જામનગરમાં વધુ એક ચીલઝડપની ઘટના : બાઈકમાં જઈ રહેલા યુવાનના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી ત્રણ ગઠિયા ફરાર

Spread the love

Updated: Mar 29th, 2025

Jamnagar Chain Snatching : જામનગરમાં ચીલ ઝડપની વધુ એક ઘટના બની છે. તાજેતરમાં એક વૃદ્ધ મહિલાના ગળામાંથી હિરજીમિસ્ત્રી રોડ પર રૂપિયા દોઢ લાખના સોનાના ચેનની ચીલ ઝડપ થઈ હતી. અને તેમાં એક્સેસ સ્કૂટરમાં બે શખ્સો ચીલ ઝડપ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.
 દરમિયાન ગઈકાલે વધુ એક બનાવ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા દિનેશભાઈ ખનાભાઈ પરમાર (44) કે જેઓ ગણપત નગર વિસ્તારમાંથી પરમદીને રાત્રિના 11.15 વાગ્યાના અરસામાં બાઈક લઈને પોતાના ઘર તરફ જતા હતા, જે દરમિયાન ત્રણ સવારી એક્સેસ સ્કૂટરમાં આવેલા અજાણ્યા શખ્સો ગળામાંથી રૂપિયા 60 હજારની કિંમતના સોનાના ચેઇનની ચીલ ઝડપ કરીને ભાગી છૂટ્યા હતા.
 જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફ્લો હરકતમાં આવ્યો હતો, અને સી.સી.ટી.વી. કેમેરાના અલગ અલગ ફુટેજ મેળવ્યા હતા, અને ત્રણ બાવરી શખ્સો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા છે, અને ગણતરી ના કલાકોમાં ઘટનાનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *