જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કવાયત યથાવત: આજે વધુ 500 કિલો લીલું ઘાસ કબજે
Updated: Mar 27th, 2025
જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસ ચારાનું વેચાણ કરતા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે પણ જપ્તીકરણની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને 500 કિલો જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા આઠ દિવસથી કવાયત કરવામાં આવી રહી છે. અને કેટલ પોલીસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે.
ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે આજે માત્ર જાહેર રોડ પર ઘાસનું વેચાણ કરનારા 9 વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, અને 500 કિલો ઘાસ જપ્ત કરી લઇ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોર ના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.
Courtesy: Gujarat Samachar