જન્મ-મરણ નોંધણીની ફીમાં એકઝાટકે 1000%નો વધારો, હેલ્થ કમિટીમાં દરખાસ્ત મંજૂર
Updated: Mar 30th, 2025
Birth-Death Registration Fees Change: રાજય સરકાર દ્વારા ગેઝેટ પ્રસિદ્ધિ બાદ મ્યુનિ. હેલ્થ કમિટીમાં જન્મ અને મરણની નોંધ કરાવવાના દરોમાં સુધારો કરતી દરખાસ્ત મંજૂર મ્યુનિ. બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરી છે. જન્મ અને મરણની નોંધ કરાવવા અત્યાર સુધી બે રૂપિયા લેવાતા હતા. પરંતુ, હવે રૂપિયા વીસ ચૂકવવા પડશે. ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં પાંચ રૂપિયા ચાર્જ વસૂલાતો હતો જેના માટે હવે 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.
આ પણ વાંચોઃ જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, ગુજરાત સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો
ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં નોંધણી કરાવવાનો ચાર્જ 50 રૂ.
Courtesy: Gujarat Samachar