જનઆરોગ્ય સેવામાં પૂરતો સ્ટાફ પૂરો પાડવામાં સરકાર નિષ્ફળ
Updated: Mar 28th, 2025
– આરોગ્ય સંભાળ સુવિધાઓમાં ઇમર્જન્સી, ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ, ઓપરેશન થિયેટર્સ અને બ્લડ બેન્ક જેવી સેવાઓની અછત જોવા મળી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
ગુજરાતની સરકારી હોસ્પિટલ્સ અને જન આરોગ્ય માટેના જુદા જુદા આરોગ્ય સેવા કેન્દ્રોમાં ડૉક્ર્સની ૨૩ ટકા, નર્સની ૭ ટકા અને પેરોમેડિકલ સ્ટાફની ૨૩ ટકા અછત હોવાનું કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ના આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા જાહેર આર્ગોયઆંતરમાળખું અને આરોગ્ય સેવા અંગેેના વ્યવસ્થાપન અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આમ સરકારની પ્રાથમિક જવાબાદારીઓમાંની એક જનઆરોગ્યની સંભાળની હોવા છતાં સિવિલ હોસ્પિટલ્સ, મેડિકલ કૉલેજ હોસ્પિટલ્સ અને, જિલ્લા હોસ્પિટલ્સ, પેટા જિલ્લા હોસ્પિટલ્સ તથા પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો માટે પૂરતા સ્ટાફની વ્યવસ્થા ન કરીને ગુજરાતના આરોગ્ય વિભાગે જાહેર આરોગ્યની અવગણના કરી છે.
Courtesy: Gujarat Samachar