Grahak Chetna

"Your Voice, Your Power!"

છત્તીસગઢમાં 17 નક્સલવાદી ઠાર:મૃતદેહ અને હથિયારો જપ્ત; કોર એરિયામાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર, 2 જવાન ઘાયલ

Spread the love

છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં 17 નક્સલવાદી માર્યા ગયા છે. DRG અને CRPFના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
DIG કમલોચન કશ્યપે ભાસ્કરને જણાવ્યું હતું કે 17 નક્સલવાદીના મૃતદેહ મળ્યા છે. INSAS, SLR જેવાં ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કરાયાં છે, આથી સ્પષ્ટ છે કે માર્યા ગયેલા નક્સલવાદીઓમાં મોટા કેડરનો પણ સમાવેશ થાય છે. અત્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
DIGએ કહ્યું હતું કે ઓપરેશન પૂરું થયા બાદ સર્ચ કરવામાં આવશે, ત્યાર બાદ જ સ્પષ્ટ થશે કે નક્સલવાદીઓને કેટલું નુકસાન થયું છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
આ પહેલાં 25 માર્ચે સુરક્ષા દળોએ 25 લાખનું ઈનામી નકસલી સુધીર ઉર્ફે સુધાકર સહિત 3 નક્સલવાદીને ઠાર કર્યા હતા. 2025માં જવાનોએ બસ્તર રેન્જમાં એન્કાઉન્ટરમાં 100 નક્સલવાદી માર્યા ગયા છે, જેમાં માર્ચ મહિનામાં જ 49 નક્સલવાદી માર્યા ગયા છે.
એન્કાઉન્ટરની 3 તસવીરો…

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *