ચૈત્ર નવરાત્રી- વૈષ્ણો દેવી સહિત દેશભરના મંદિરોના PHOTOS:ગુજરાતના અંબાજીમાં ગરબાની રમઝટ, રામ જન્મભૂમિ મંદિર ફૂલોથી શણગારાયું
આજે ચૈત્ર સુદ એકમ એટલે કે નવરાત્રિ શરૂ થઈ રહી છે, તેની સાથે હિન્દુ નવ સંવત્સર એટલે કે વિક્રમ સંવત 2082 પણ શરૂ થઈ રહ્યું છે. આને હિન્દુ નવું વર્ષ કહેવામાં આવે છે. આ ઉપરાંત, ભારતના વિવિધ ભાગોમાં આ દિવસે ઉગાદી અને ગુડી પડવો પણ ઊજવવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન નવ દિવસ દેવી દુર્ગાના એક અલગ સ્વરૂપને સમર્પિત હોય છે, જેમાં પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છાઓ પાઠવી –
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 120મા એપિસોડમાં હિન્દુ નવા વર્ષનો ઉલ્લેખ કર્યો. તેમણે દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ વિક્રમ સંવત 2082ની શરૂઆત છે. તેમજ આજે ગુડી પડવાનો દિવસ છે. આ ખૂબ જ પવિત્ર દિવસ છે. આ તહેવારો આપણને ભારતની વિવિધતામાં એકતાનો અહેસાસ કરાવે છે.
Courtesy: Divya Bhaskar