ચકલાસીમાં ત્રણ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કપાયા
Updated: Mar 28th, 2025
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં કાર્યવાહી બાદ
છેતરપિંડીના કેસોના આરોપી અને બે લિસ્ટેડ બુટલેગરોના ત્યાં તપાસ : દારૂ મળતાં શખ્સની ધરપકડ કરાઇ
રાજ્ય પોલીસ મહાનિર્દેશકની સૂચના બાદ ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ સ્ટેશનો દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. ત્યારે ચકલાસી પોલીસના પીઆઇ સહિતનો પોલીસ કાફલો, એમજીવીસીએલના સ્ટાફને સાથે રાખી ચકલાસી હદ વિસ્તારમાં આવેલા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવા નીકળી હતી. અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ ઈસમોને ઘરે તપાસ કરવામાં આવી હતી.
Courtesy: Gujarat Samachar