ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ
Updated: Mar 27th, 2025
અમદાવાદ,બુધવાર,25 માર્ચ,2025
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રૃટ ઉપર દોડાવાતી
બી.આર.ટી.એસ.ની સ્થિતિ ઘાટ કરતા ધડામણ મોંધુ જેવી થઈ છે. મ્યુનિ.બોર્ડ બેઠકમાં
વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ,
પાંચ વર્ષમાં રુપિયા ૩૮૬.૨૨ કરોડની આવક સામે રુપિયા ૫૧૧.૦૪ કરોડની ખોટ કરાઈ
છે. એક બસસ્ટોપ બનાવવા એક કરોડનો ખર્ચ કરાયો છે.
મ્યુનિ.બોર્ડ બેઠકમાં બી.આર.ટી.એસ.ની હાલત પણ મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વિસ જેવી થઈ રહી હોવા અંગે વિપક્ષનેતાએ રજૂઆત કરતા સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેને કહયુ, રોજ દોઢ
લાખ મુસાફરો બસમાં મુસાફરી કરે છે.આ સમયે વિપક્ષનેતાએ કહયુ,કાલથી તમે અને
તમારા તમામ કમિટીના ચેરેમેનોને ગાડી મુકી બી.આર.ટી.એસ.બસમાં મુસાફરી કરાવો પછી
કહેજો કે, બી.આર.ટી.એસ.બસ
સેવા ખુબ સારી રીતેચલાવવામાં આવી રહી છે.
Courtesy: Gujarat Samachar